સુરતની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં સમગ્ર સ્ટાફની યોજાઈ પુસ્તક સમીક્ષા સ્પર્ધા…
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના માર્ગદર્શન અનુસાર સુરતની ખૂબ જ જાણીતી એક્સપેરિમેન્ટ સ્કૂલમાં સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે ઉત્સાહભેર પુસ્તક સમીક્ષા સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર આચાર્ય સંઘના પૂર્વ અધ્યક્ષ કવિશ્રી વિજયકુમાર બારોટ અને નિર્ણાયક તરીકે જાણીતા નાટ્યકાર શ્રી ભરતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય શ્રી કિશોરકુમાર જાનીએ ઉપસ્થિત મહેમાનોનું ઉમળકાભેર શાબ્દિક સ્વાગત કરીને શાળાના સોવેનિયર ત્વિષા અર્પિત કરી અભિવાદન કર્યું. આ સ્પર્ધામાં ભાગ લેનારા સર્વે શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિવિધ શ્રેષ્ઠ પસંદગીના પુસ્તકોના રીવ્યુ સંદર્ભે સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં શ્રી હેમંતભાઈ એન. પટેલ પ્રથમ સ્થાને, શ્રી ધર્મેન્દ્રકુમાર આર. પટેલ દ્વિતીય સ્થાને અને શ્રીમતી વૈશાલીબેન એસ. પટેલ તૃતીય સ્થાને વિજેતા બનેલ છે. વિજેતા બનેલા અને ભાગ લેનારા સર્વે સ્ટાફને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશિષભાઈ વકીલ, એકેડેમિક ચેરમેન શ્રી મનીષભાઈ પાનવાલા, એલ.એ.સી. ચેરમેનશ્રી સી.એ. સંજીવ તમાકુવાળા, આચાર્યશ્રી કિશોરકુમાર જાની, પી.ટી.એ. પ્રમુખશ્રી કેતનભાઇ ઘીવાલા અને સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવેલ છે.. .






