ઉકાઈ તાલુકાની લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની હિન્દી અને ગણિત ઓલિમ્પિયાડમાં આંતરરાષ્ટ્રીય અને ઝોનલ સ્તરે શાનદાર સિદ્ધિ…

ઉકાઈ તાલુકાની લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની હિન્દી અને ગણિત ઓલિમ્પિયાડમાં આંતરરાષ્ટ્રીય અને ઝોનલ સ્તરે શાનદાર સિદ્ધિ

તાપી જિલ્લા ઉકાઈ તાલુકા સ્થિત લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલ (SPS)ના વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન (SOF) દ્વારા આયોજિત હિન્દી અને ગણિત ઓલિમ્પિયાડ 2025–26માં આંતરરાષ્ટ્રીય અને ઝોનલ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શાળામાં યોજાયેલા સન્માન સમારોહમાં આચાર્ય અંજુ શ્રીવાસ્તવના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, મેડલ, ગિફ્ટ વાઉચર્સ અને ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ધોરણ–5ની લિઝા ગામિત અને નિહારિકા માલીએ ત્રીજું સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય બ્રોન્ઝ મેડલ અને ગિફ્ટ વાઉચર મેળવ્યા હતા. અને ઝોનલ શ્રેણીમાં ધોરણ–5ના તનિષ વાનખેડે અને ધોરણ–6ના ધૈર્ય પટેલે ઝોનલ સિલ્વર મેડલ, જ્યારે ધોરણ–6ના ગોવિંદ દેવાસીએ ઝોનલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ–5ની નિત્યા શુક્લા તેમજ ધોરણ–6ના ભવ્યદીપસિંહ સિંધા અને નિતિક્ષા રાઠોડને ઝોનલ શ્રેષ્ઠતા પ્રમાણપત્ર અને ગિફ્ટ વાઉચર એનાયત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત ધોરણ–4ના રુદ્ર અગ્રવાલ અને, ધોરણ–5ના જિયાન પટેલ ગણિત વિષયમાં અને સિદ્ધિ જાદવ તેમજ ધોરણ–6ની રિતિકા કોલીને હિન્દી વિષયમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેરિટ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. અને શાળા સંચાલને તમામ વિજેતા વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल