પ્રેમ સંબંધના કારણે ભટકેલી 16 વર્ષની સગીરાનું 181 અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ..

*પ્રેમ સંબંધના કારણે ભટકેલી 16 વર્ષની સગીરાનું 181 અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ*

સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પ્રેમ સંબંધના કારણે યુવક સાથે જવાની જીદ પર અડગ રહેતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવાર દ્વારા સગીરાને સમજાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સગીરા કોઈ વાત માનવા તૈયાર ન હોવાથી અંતે પરિવારજનોએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિવારજનો પાસેથી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરાને છેલ્લા દોઢ વર્ષથી એક યુવક સાથે ઓળખાણ હતી અને તે યુવક સાથે ફોન પર વાતચીત કરતી હતી.
ઘટનાના દિવસે સગીરા પરિવારજનોની જાણ બહાર ઘરેથી નીકળી યુવક સાથે ગઈ હતી. સગીરાને તેના સંબંધીએ જોઈ જતા પરિવારને જાણ કરી હતી અને પરિવાર દ્વારા તેને સમજાવી પરત ઘરે લાવવામાં આવી હતી. ત્યારબાદ પણ સગીરા યુવકના ઘરે જવાની જીદ કરી રહી હતી તથા અભ્યાસ નહીં કરવાની વાત કરતી હોવાથી પરિવારજનોએ 181 અભયમની મદદ લીધી હતી.
181 અભયમ ટીમ દ્વારા સગીરા સાથે સંવેદનશીલ રીતે વાતચીત કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સગીરાને સમજાવવામાં આવ્યું કે તેમની ઉંમર હાલ લગ્ન માટે કાયદેસર યોગ્ય નથી. બાળ વયે લગ્ન કરવું કાયદા વિરુદ્ધ છે અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદા મુજબ ગુનો બને છે. તેમજ સગીરાના ભવિષ્ય અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટીમ દ્વારા સગીરાને શિક્ષણનું મહત્વ, ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ અને પરિવારજનોના માર્ગદર્શન મુજબ ચાલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
કાઉન્સેલિંગ બાદ સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને અભ્યાસ ચાલુ રાખવાની તથા પુખ્ત વય પ્રાપ્ત થયા બાદ જ લગ્ન અંગે નિર્ણય લેવાની ખાતરી આપી હતી.
181 અભયમ ટીમના પ્રયાસોથી સગીરા અને પરિવાર વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું અને પરિવારને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું… 

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल