બારડોલી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને સમજાવટથી કરાવ્યું સુખદ સમાધાન

*પતિની શંકા અને માનસિક ત્રાસનો અંત લાવી 181 અભયમ મહિલા હેલ્પલાઇને બચાવ્યું દાંપત્ય જીવનએ*

*બારડોલી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને સમજાવટથી કરાવ્યું સુખદ સમાધાન*

સુરત જિલ્લાના માંડવી વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પોતાના પતિ દ્વારા થતા સતત માનસિક ત્રાસ, શંકાસ્પદ વર્તન અને ઘરેલુ વિવાદોથી કંટાળી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે સંપર્ક કર્યો હતો.

માહિતી મળતાં જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની બારડોલી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સૌપ્રથમ મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું.

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા છેલ્લા દસ વર્ષથી પોતાના પતિ અને બે સંતાનો સાથે માંડવી ખાતે રહે છે. પતિ જ્યાં નોકરી કરે છે ત્યાં જ પત્નીને પણ સાથે કામ કરવા લઈ જાય છે અને અન્યત્ર કામ કરવા દેતા નથી. ઉપરાંત, પતિ પત્ની પર બિનજરૂરી શંકા રાખતા હતા, જેના કારણે તેઓ વારંવાર માનસિક ત્રાસ આપતા અને ઝઘડા કરતા હતા. પરિસ્થિતિ અસહ્ય બનતા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

181 અભયમ ટીમે બંને પક્ષોનું ધીરજપૂર્વક અને નિષ્પક્ષ રીતે કાઉન્સેલિંગ કરી દાંપત્ય જીવનમાં ઊભી થયેલી સમસ્યાના મૂળ કારણોને સમજવાનો પ્રયાસ કર્યો. પતિને પત્ની પર બિનજરૂરી શંકા ન રાખવા, માનસિક દબાણ ન કરવા તેમજ પરસ્પર વિશ્વાસ, સન્માન અને પરિવારની જવાબદારીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું.

સાથે જ પતિને ઘરેલુ હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ, 2005 સહિત મહિલાઓના કાનૂની અધિકારો અંગે માહિતગાર કરવામાં આવ્યા. તેમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે પત્નીને માનસિક કે શારીરિક ત્રાસ આપવો, ધમકી આપવી અથવા અપમાનજનક વર્તન કરવું કાયદેસર ગુનો છે અને આવી પરિસ્થિતિમાં મહિલાને કાનૂની રક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.

181 અભયમ ટીમની સમજાવટ અને કાયદાકીય માર્ગદર્શન બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે ભવિષ્યમાં પત્ની પર શંકા ન રાખવા, અપશબ્દોનો ઉપયોગ ન કરવા તેમજ પત્ની, બાળકો અને પરિવાર પ્રત્યેની તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની ખાતરી આપી હતી.

બંને પક્ષોની સંમતિથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની બારડોલી ટીમે સફળ કાઉન્સેલિંગ દ્વારા સુખદ સમાધાન કરાવી પરિવારનું પુનઃમિલન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સમયસર મળેલી મદદ, સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને પરિવારનું વિખૂટું પડતું જીવન બચાવવા બદલ પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની બારડોલી ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल