સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા. ૦૮/૦૭/૨૦૨૬ ના રોજ તમામ શાળાઓમાં જાહેર રજા..

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા. ૦૮/૦૭/૨૦૨૬ ના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર


——
માહિતી બ્યુરો,સુરત:મંગળવાર: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સલામતી માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવતીકાલે *તા. ૦૮/૦૭/૨૦૨૬, બુધવાર* ના રોજ સુરત મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્ય. શાળાઓ તથા તમામ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તમામ શાળા સંચાલકો અને વાલીઓને આ બાબતની નોંધ લેવા DEO કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल