વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે સાણંદ ખાતે CG Semi કંપનીની Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટીના કોમર્શીયલ પ્રોડક્શનનો શુભારંભ કરવામાં આવ્યો…

 

 વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે સાણંદ ખાતે CG Semi કંપનીની Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટીના કોમર્શીયલ પ્રોડક્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં સીમાચિહ્નરૂપ આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સેમિકન્ડક્ટરના ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં  વડાપ્રધાન દ્વારા આ પ્લાન્ટના શિલાન્યાસ બાદ માત્ર અઢી વર્ષથી ઓછા સમયમાં જ ‘સ્ક્રેચથી સ્કેલ’ની સફર પૂરી કરીને આ પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગનો આજે શુભારંભ થયો છે. 75,000 ચોરસ ફૂટથી વધુના વિશાળ બિલ્ટ એરિયામાં ફેલાયેલ આ અત્યાધુનિક પ્લાન્ટમાં વાર્ષિક 20 કરોડ જેટલી ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે વિવિધ દેશોમાં એક્સપોર્ટ થશે. સાથે જ આ પ્લાન્ટ થકી સ્થાનિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમજ આગામી પાંચ વર્ષમાં 5000 કરતાં પણ વધુ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે...

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल