બારડોલી :- મોતા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી,પ્રવેશ ઉત્સવ અને લોકાર્પણ

મોતા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી,પ્રવેશ ઉત્સવ અને લોકાર્પણનો ત્રિવેણી સંગમ
​મોતા પ્રાથમિક શાળા ખાતે આજે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણની જ્યોત જગાવવા
​૩૬ બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો.

​કાર્યક્રમની શરૂઆતમાં બાલવાટિકાના અને ધોરણ એક ના ૩૬ જેટલા નાના ભૂલકાઓને તિલક કરી, ભણતરની સામગ્રી આપી શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આંગણે બાળકોના કલરવથી વાતાવરણ શિક્ષણમય બની ગયું હતું.​પ્રવેશોત્સવની સાથે જ શાળામાં નવા નિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે ટ્રાન્સપોર્ટેશન સેવાની પણ શરૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સુવિધાથી દૂરના વિસ્તારોમાંથી આવતા બાળકોને મોટી રાહત થશે.
​મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ


​આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એક્સિક્યુટિવ એન્જિનિયર એમ.આર. વાળા, તાલુકા પંચાયત પંચાયત સભ્ય હિતેશભાઈ રાઠોડ, સરપંચ નરેશભાઈ રાઠોડ, તાલુકા સંઘ પ્રમુખ આશિષભાઈ મેસુરીયા, દાતાશ્રી અંબારામભાઈ જેરામ, પરમ પૂજ્ય તારાચંદ બાપુ શ્રી,વિશાલભાઈ ટેલર , રૂપેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રી શ્રી સતિષભાઈ ચૌધરી, ગ્રામ પંચાયત સભ્ય શ્રી જયાબેન રાજપુરોહિત તથા આરતીબેન પટેલ,અને દિનેશભાઈ આહીર, ચંપકભાઈ પટેલ, સીડી પીઓ શારદાબેન શ્રી, સી.આર.સી ચંપકભાઈ તથા વાલીઓની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. દાતા શ્રી અંબારામભાઈ જેરામ દ્વારા લગભગ 2,25,000 ની કિંમતના યુનિફોર્મ અને નોટ બુક્સનુ દાન આપવામાં આવ્યું હતું.​દાતાઓનું લોકહિતમાં યોગદાન ​શાળાના વિકાસ અને બાળકોની સુવિધા માટે દાન આપનાર દાતાઓ અંબારામભાઈ, તારાચંદ બાપુ અને રૂપેશભાઈ પટેલનું ચાલ અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

દાતાઓના સહયોગથી શાળામાં જે સુવિધાઓ ઉભી થઈ છે, તેની ગ્રામજનોએ સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહીને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल