બારડોલી :- શ્રી શાંતારામ ભટ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોતા ખાતે ગ્લોબ મેકિંગ સ્પર્ધાનું સફળ આયોજન ….

શ્રી શાંતારામ ભટ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોતા ખાતે ગ્લોબ મેકિંગ સ્પર્ધાનું સફળ આયોજન 

બારડોલી :  બ્યુરો રીપોર્ટર : – હિમાબેન. એચ. ઠાકોર… 

શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતામાં તારીખ૧૯-૬-૨૬ને શુક્રવારના રોજ ધોરણ ૫ના વિદ્યાર્થીઓ માટે “ગ્લોબ મેકિંગ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાની સામાજિક વિજ્ઞાન વિષયની શિક્ષિકા  મીતાલીબેન મોરી,  નેહાબેન પટેલ અને  સૃષ્ટિબેન દવેના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પૃથ્વીનો આકાર, ખંડો, મહાસાગરો તેમજ વિવિધ દેશોની માહિતી દર્શાવતા સુંદર અને સર્જનાત્મક ગ્લોબ તૈયાર કર્યા હતા. સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભૂગોળ વિષય પ્રત્યે રસ વધારવાનો તથા તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવાનો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દીપિકાબેન પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્લોબના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા તેમજ માર્ગદર્શન આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. શાળાના ટ્રસ્ટીશ્રી અને કેળવણી મંડળના સભ્યોએ શિક્ષકો અને લખવાનું વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ નવી-નવી બાબતો શીખવા અને જાણવાની પ્રેરણા આપી હતી.
અંતમાં તમામ વિદ્યાર્થીઓએ આનંદ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल