બારડોલી :- શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાના પ્રિ.પ્રાયમરી વિભાગના નયન રમ્ય નાનાં ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી.* *ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

મોતા < મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાનાં ભૂલકાઓએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર આયોજન કર્યું હતું. રથયાત્રા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલ એક તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢીસુદ બીજના દિવસે મનાવવામાં આવે છે. જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરીમાં આવેલું છે. જગન્નાથની રથયાત્રા નું મહત્વ પુરાણ કાળથી જળવાયેલું છે. બ્રહ્મ પુરાણ, સ્કંદપુરાણ અને પદ્મ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. ઓડિશા ઉપરાંત ભારતના ઘણા બધા શહેરોમાં આ તહેવાર ઉજવાય છે. અમદાવાદમાં પણ 140 વર્ષથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભારત ઉપરાંત વિશ્વભરમાં આ રથયાત્રાની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતાનાં ભૂલકાઓ કેમ રહી જાય?
*ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ.*
અમારા નાના ભૂલકાઓ એ ખૂબ સુંદર વસ્ત્ર પરિધાન ધરી ભગવાન જગન્નાથ ,બલરામ અને સુભદ્રાને પોતાના નિર્દોષ કાલાઘેલા ભાવથી પોતાના શિર મુકટ પર ધારણ કરી આકર્ષક રથયાત્રાની રજૂઆત કરી હતી. આચાર્યા શ્રી દીપિકા બહેન દેસાઈ એ વિદ્યાર્થીઓને રથયાત્રાનું મહત્વ સમજાવ્યું. શાળાના શિક્ષકો એ જગન્નાથ રથયાત્રાની રોચક વાતો કરી હતી. વિદ્યાર્થીઓએ ફૂલોની વધામણી દ્વારા રથયાત્રાનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યુ હતું .આ પ્રસંગ દ્વારા શાળાના પ્રાંગણમાં ભક્તિમય વાતાવરણનું સર્જન થયું હતું .આ પ્રશંસનીય કાર્ય માટે શાળાનાં પ્રમુખ શ્રી નવીનભાઈ ,મંત્રી શ્રી રમેશ કાકા અને મંડળે આચાર્યાશ્રી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા..બારડોલી મોતા ઇંગ્લીશ મીડીયમ સ્કુલમોતા ઈંગ્લીશ મીડીયમ સ્કુલ

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल