મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અન્ય મહાનુભાવો સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનાં દર્શન કર્યા હતા તેમજ નાગરિકોની સુખાકારી તથા રાજ્યની સર્વાંગી પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી દ્વારા મંદિર પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભા.જ.પની કાર્યકારણી બેઠક સારંગપુર યોજાઈ મુખ્યમંત્રી સહિતના ગુજરાત ભાજપના ટોચના નેતા અને ગુજરાત મોટી સંખ્યામાં ભાજપા ના કાર્યકર્તા હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.