બારડોલી સામૂહિક હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો: વીમા કૌભાંડનું ભોપાળું બહાર આવતા જ આખા પરિવારનો કાંટો કાઢી નખાયો???

*બારડોલી સામૂહિક હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો: વીમા કૌભાંડનું ભોપાળું બહાર આવતા જ આખા પરિવારનો કાંટો કાઢી નખાયો?*

બારડોલી: બારડોલીના ચકચારી સામૂહિક હત્યાકાંડ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ હત્યાકાંડમાં મૃત્યુ પામનાર કવિતા પોતે જ ₹૫૦ લાખના એક મોટા વીમા કૌભાંડની મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. વીમા કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાયાના માત્ર બે જ દિવસમાં કવિતા અને તેના પરિવારની હત્યા કરી નહેરમાં ફેંકી દેવામાં આવતા, કૌભાંડના અન્ય સૂત્રધારોએ પુરાવા નાશ કરવા માટે આ હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

શું હતું ₹૫૦ લાખનું વીમા કૌભાંડ?
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, કવિતાએ પોતાના પહેલા પતિ સંજય કાશીનાથ પાટીલના મૃત્યુ બાદ વીમાની રકમ પચાવવા માટે અન્ય સહ-આરોપીઓ (નિતેશ પાટીલ, આકાશ પાટીલ, પ્રેમચંદ પાટીલ અને તપાસ અધિકારી) સાથે મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. આ ટોળકીએ સ્વિફ્ટ ડિઝાયર ગાડી (MH-54-0067) દ્વારા બનાવટી અકસ્માત થયો હોવાનું ઊભું કર્યું હતું અને તેના આધારે ધુળે કોર્ટમાં વીમા કંપની પાસેથી ₹૫૦ લાખના વળતરનો દાવો (ક્લેમ) દાખલ કર્યો હતો.
તપાસની ગંધ આવતા દાવો પરત ખેંચ્યો, પણ ₹૧૦ લાખ પડાવી લીધા હતા
વીમા કંપનીને આ દાવા અંગે શંકા જતાં તપાસ શરૂ કરી હતી. તપાસની ગંધ આવી જતાં કવિતાએ ₹૫૦ લાખનો દાવો તો પરત ખેંચી લીધો હતો, પરંતુ તે અગાઉ તેણે પોતાના મૃતક પતિના યસ બેંક (Yes Bank) ડેબિટ કાર્ડ પરની વીમા પોલિસી હેઠળ ક્લેમ કરીને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પોતાના એચ.ડી.એફ.સી. (HDFC) બેંક ખાતામાં ₹૧૦ લાખ જમા કરાવી વીમા કંપની સાથે છેતરપિંડી આચરી લીધી હતી.

ફરિયાદના બે જ દિવસમાં ખેલાયો ખૂની ખેલ
જળગાંવમાં ૧૯ નવેમ્બરના રોજ વીમા કંપનીએ કવિતા સહિતના આરોપીઓ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયાના બરાબર બે દિવસ બાદ, એટલે કે ૨૧ નવેમ્બરે બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હાલ પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે કૌભાંડના અન્ય ભાગીદારોએ પોતાનું નામ બહાર ન આવે તે માટે આ સામૂહિક હત્યાકાંડ રચ્યો હતો કે કેમ…

Share this post:

खबरें और भी हैं...

15 ડિસેમ્બરથી ફરી આંદોલનનો પ્રારંભ મધ્યપ્રદેશના ભાઈઓને સંબોધીને મહિપાલ સિંહ મકરાણાએ અપીલ કરી કે 15 ડિસેમ્બર સુધી ખેતીવાડી, લગ્નપ્રસંગો અને વેપારનાં કામ પૂર્ણ કરી લે…મહિપાલસિહ મકરાણા શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल