*શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાની “કેદારનાથ યાત્રા સુરક્ષા” કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની, CRC કક્ષાએ પ્રથમ*
બારડોલી : વિજ્ઞાન મેળાનો ખરો અર્થ બાળકને વિચારતું કરવાનું છે અને એ વિચાર સમાજને ઉપયોગી બને એ દિશામાં વિચારતું કરવાનું હોય છે. આ હેતુને શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળાના બાળકોએ સિદ્ધ કરી બતાવ્યો છે.
CRC કક્ષાએ યોજાયેલ વિજ્ઞાન મેળા-2026 માં શાળા દ્વારા રજૂ થયેલ *”કેદારનાથ યાત્રા સુરક્ષા”* નામનો પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે…
*આ પ્રોજેક્ટમાં માત્ર લેન્ડ સ્લાઈડિંગ જ નહીં, પરંતુ યાત્રાળુઓને નડતી અન્ય સમસ્યાઓ જાણવા માટે વિદ્યાર્થીઓએ જાતે કેદારનાથ યાત્રા કરી આવેલા લોકોનો સંપર્ક કરીને માહિતી મેળવી હતી.* અને તેના પરથી યાત્રાળુઓની સુરક્ષા માટે ટેકનોલોજી આધારિત સોલ્યુશન તૈયાર કર્યું હતું, જે નિર્ણાયકોને ખૂબ જ પસંદ પડ્યું હતું.
આ પ્રોજેક્ટ *વિદ્યાર્થી અવ્યુક્ત પટેલ અને તેજસ ડાંગર* દ્વારા તૈયાર કરાયો હતો, જેમને *માર્ગદર્શક શિક્ષિકા આયત શેખ* નું સફળ માર્ગદર્શન મળ્યું હતું.
*હવે આ પ્રોજેક્ટ BRC કક્ષાએ પેસ્ટલ સ્કૂલ, વાંકાનેર ખાતે રજૂ થશે.*
આ સિદ્ધિ બદલ શાળા પરિવારે ત્રણેયને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : 9016924808






