બોટાદધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના સુવર્ણ સિંહાસનનું ભવ્ય ઉદ્ઘાટન*

*બોટાદધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના સુવર્ણ સિંહાસનનું ભવ્ય ઉદ્ઘાટન*

*૨૩૬૬મી ઘરસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા, સંતોના સાનિધ્યમાં ભક્તિમય માહોલ સર્જાયો*

બોટાદ, તા. ૪ ઓક્ટોબર ૨૦૨૬:

ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું તથા શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, બોટાદ ધામ કે જ્યાં

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પાંચસો પરમહંસોના ચરણરજથી પાવન થયેલી બોટાદધામની તીર્થભૂમિમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભાદરવા વદ-૯ ના પાવન દિવસે બોટાદધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજના સુવર્ણ સિંહાસનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો, શ્રદ્ધાળુઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભજન-કીર્તન, કથાવાર્તા અને સત્સંગના માહોલથી ભક્તિમય બની ગયું હતું.

આ સમગ્ર આયોજન સરધારધામ નિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીની શુભપ્રેરણાથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ૨૩૬૬મી ઘરસભાનું પણ

 વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઘરસભામાં સંતોના સાનિધ્યમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ સત્સંગ, ભજન-કીર્તન તથા કથાવાર્તાનો લાભ લીધો હતો.

સંતો દ્વારા ધાર્મિક માર્ગદર્શન અને આશીર્વચન આપવામાં આવ્યા હતા. શ્રી હરિકૃષ્ણ મહારાજના સુવર્ણ સિંહાસનના દર્શન માટે ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો

બોટાદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ હરિભક્તો પરિવારજનો સાથે બોટાદધામ ખાતે પધાર્યા હતા. ભાવિકોએ શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. દેવદર્શન અને સંતદર્શન સાથે શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા સાધુ શ્રીરંગદાસજી મહંતશ્રી, સાધુ ધર્મનંદનદાસજી કોઠારીશ્રી તેમજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, બોટાદધામના સંતો અને સેવકોએ આયોજન તથા વ્યવસ્થામાં વિશેષ જહેમત ઉઠાવી હતી.

શ્રી હરિકૃષ્ણ મહારાજના સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટનનો આ પ્રસંગ બોટાદધામના ધાર્મિક ઇતિહાસમાં ભક્તો માટે યાદગાર બની રહ્યો હતો.

અહેવાલ : કનુભાઈ ખાચર

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल