સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે બારડોલીની પ્રતિભાશાળી કલાકાર ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની વિશેષ રજૂઆત DD Girnar પર….

રાષ્ટ્રને સમર્પિત કલા-સાધનાનું ગૌરવપૂર્ણ પ્રસારણ

સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે બારડોલીની પ્રતિભાશાળી કલાકાર ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની વિશેષ રજૂઆત DD Girnar પર

બારડોલીની પ્રતિભાશાળી ભરતનાટ્યમ તથા લોકનૃત્ય કલાકાર અને વાયોલિનવાદક ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની ભરતનાટ્યમ અને વાયોલિનની વિશેષ રજૂઆતનું પ્રસારણ સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે પ્રતિષ્ઠિત દૂરદર્શન – DD Girnar ચેનલ પર કરવામાં આવશે.

કલા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ત્વિષા વ્યાસને સંગીત નાટક અકાદમીનો પ્રતિષ્ઠિત “ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર” પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત તેમની કલા-સાધનાની આ વિશેષ રજૂઆત સ્વાતંત્ર્ય દિવસના અવસરે દૂરદર્શનના માધ્યમથી દેશભરના દર્શકો સુધી પહોંચશે.

આ રજૂઆતમાં ભારતીય શાસ્ત્રીય કલા, નૃત્ય, સંગીત અને રાષ્ટ્રભાવનાનો સુંદર સમન્વય જોવા મળશે.

તારીખ: 15 ઑગસ્ટ, 2026
સમય: સાંજે 6:00 વાગ્યે
ચેનલ: DD Girnar – Doordarshan

કલાકાર: ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસ – ભરતનાટ્યમ, લોકનૃત્ય અને વાયોલિન
વાયોલિન: મહેન્દ્ર પટેલ
કીબોર્ડ: ઉત્કર્ષ કંથારીયા
તબલા: સતીશ રેવર

ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને રાષ્ટ્રભાવનાને સમર્પિત આ વિશેષ રજૂઆતને દર્શકો અવશ્ય નિહાળે.

વંદે માતરમ્ | જય હિન્દ 🇮🇳

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल