બારડોલી :- શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, મોતા ખાતે ભારત છોડો આંદોલન સ્મૃતિદિન નિમિત્તે એક ભવ્ય જાગૃતિ રેલી નુ આયોજન કરવામાં આવ્યું…

**ભારત છોડો આંદોલન. **

**શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, મોતા ખાતે ભારત છોડો આંદોલન સ્મૃતિદિન નિમિત્તે એક ભવ્ય જાગૃતિ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું. **
8 ઓગસ્ટ 1942 ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન ખાતે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારત છોડો આંદોલન શરૂ થયું હતું. અંગ્રેજી શાસનનો કાયમ માટે અંત લાવવા અને દેશને તુરંત આઝાદ કરવા ગાંધીજીએ આંદોલનમાં ‘કરો યા મરો ‘એવો ક્રાંતિકારી નારો આપ્યો હતો. આ ક્રાંતિ ને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે.. 


અમારી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રી .પ્રાઇમરી ના નાના ભૂલકાઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીનો પ્રારંભ શાળાના પ્રાંગણમાંથી તે દેશભક્તિના નારાઓ સાથે થયો હતો. વિદ્યાર્થીઓએ **‌ *”ઈન્કલાબ જિંદાબાદ” ,”ભારત માતા કી જય “,અને “હિન્દ છોડો “*** જેવા સૂત્રોચાર કરીને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું હતું .હાથમાં તિરંગા ઝંડા અને દેશભક્તિના નારા સાથે વિદ્યાર્થીઓએ શાળામાં પરિભ્રમણ કરી રાષ્ટ્રીય ભાવના જગાડી હતી…

 

નાના ભૂલકાઓએ વિવિધ આઝાદીના લડવૈયાઓની વેશભૂષા જેવા કે ભારત માતા, ગાંધીજી, ઝાંસીની રાણી, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ વગેરેના વેશ ધારણ કરીને આવ્યા હતા. અંતે શાળાના આચાર્યશ્રી દીપિકાબેન પટેલ એ હિન્દ છોડો આંદોલનના મહત્વ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન વિશે ટૂંકમાં પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંસનીય કાર્ય માટે શાળાના પ્રમુખશ્રી નવીનભાઈ તથા મંડળના સભ્યોએ આચાર્યશ્રી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

ગુજરાત આત્મીયતા  ન્યૂઝ : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल