કામરેજની રામકબીર શાળા ના વિદ્યાર્થીઓ અદાણી હજીરા પોર્ટ ની મુલાકાતે

————-
ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીર માદયમિક શાળાના ૫૪ વિદ્યાર્થીઓ અને ગણિત વિજ્ઞાનના શિક્ષકો ડેલસીબેન પટેલ અને ઘનશ્યામભાઇ રાઠોડે અદાણી હજીરા પોર્ટ ની મુલાકાત લીધી હતી…

વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રનુ વ્યવહારૂ જ્ઞાન મળી રહે તે હેતુથી અદાણી હજીરા પોર્ટ લિમિટેડ અને અદાણી વિલમર પ્લાન્ટની એક દિવસીય શૈક્ષણિક મુલાકાત નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં આંતર રાષ્ટ્રીય વેપાર , લોજીસટીકસ અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી વિશે મહત્વ પૂર્ણ માહિતી મેળવી હતી.

હજીરા પોર્ટ સંચાલકો દ્વારા દરેક વિદ્યાર્થીમિત્રોને ટી – શર્ટ, કેપ અને ૫૦૦ ગ્રામ ફોરચયુન બેસન લોટ બેગ ભેટમાં આપી હતી. રામકબીર શાળા અદાણી હજીરા પોર્ટ ઓથોરિટી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

ઔદ્યોગિક મુલાકાતનું સુંદર આયોજન કરવા બદલ ભારતીય વિદ્યામંડળ ના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત , માનદમંત્રી પરેશભાઈ ભકત , ખજાનચી જીજ્ઞેશભાઈ ભક્તે શાળાના આચાર્ય શૈલેષભાઈ દેસાઈ , મા વિ નિરીક્ષક કમલેશભાઇ પટેલ , ઉ મા વિ નિરીક્ષક કેતનભાઇ દેસાઈ તેમજ સમગ્ર શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતાં….

તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર :- ગુજરાત આત્મીયતા ન્યૂઝ :- 9016924808






