*નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન સુરત કતારગામ, સુરત ઉમરા અને બારડોલી ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા*

*વિદ્યાર્થીનીઓ અને કામકાજી મહિલાઓને મહિલા સુરક્ષા, 181 સેવા, 181 મોબાઇલ એપ્લિકેશન તથા સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું*
નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે તા. 05/08/2026ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સુરત કતારગામ, સુરત ઉમરા તથા બારડોલી ટીમ દ્વારા અલગ-અલગ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

સુરત કતારગામ ટીમ દ્વારા કાપોદ્રા વિસ્તારની સુમન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, મહિલા સુરક્ષા, 181 મોબાઇલ એપ્લિકેશન અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સુરત ઉમરા ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારના દીપકનગર ખાતે કામકાજી મહિલાઓને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મળતી તાત્કાલિક મદદ, કાઉન્સેલિંગ સેવા, કાનૂની માર્ગદર્શન, મહિલા સુરક્ષા તથા 181 મોબાઇલ એપ્લિકેશન અંગે માહિતગાર કરવામાં આવ્યા.

તે જ અંતર્ગત 181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી ટીમ દ્વારા સરકારી કન્યા છાત્રાલય, અસ્તાન ગામ ખાતે વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન 181 સેવાની વિસ્તૃત માહિતી આપવામાં આવી, 181ના પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીનીઓને 181 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી. કાર્યક્રમમાં PBSCના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન સુરત કતારગામ ટીમના કાઉન્સેલર દક્ષાબેન, સુરત ઉમરા ટીમના કાઉન્સેલર આહીર મનીષાબેન તથા બારડોલી ટીમના ORC તૃપ્તિ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું…
ગુજરાત આત્મીયતા ન્યૂઝ :- બારડોલી :- 9016924808 :- તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર






