ઉચ્છલના સાકરદા આંગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ…

ઉચ્છલના સાકરદા આંગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ


—
 બ્યુરો, તાપી તા. ૦૪/૦૭/૨૦૨૬ :- આઈસીડીએસ વિભાગના ઉચ્છલના સાકરદા આંગણવાડી કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહના ચોથા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સગર્ભા-ધાત્રી માતાઓ, બાળકો અને તેમના પરિવારજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

સગર્ભા-ધાત્રી માતાઓ માટે પરિવારની ભૂમિકા મહત્વની બની જાય છે તે અંગે પણ વિગતવાર પરિવારજનોને સમજ આપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પરિવારના સભ્યો માનસિક સહકાર, ઘરકામમાં મદદ અને યોગ્ય પોષણયુક્ત વાતાવરણ ઊભું કરીને સક્રિય ભાગીદારી નોંધાવી શકે છે તેની માહિતી આપવામાં આવી હતી.

આ તકે આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય ટીમ દ્વારા આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં માતૃશક્તિ અને બાલશક્તિ પેકેટોનું વિતરણ અને તેના ઉપયોગ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ પોષણ સુધા યોજના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ :તાપી :- તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર  :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल