સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટનને મળશે નવી ગતિ; નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ…

એકતા નગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું; તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી બાદ આ સેવા ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે પણ શરૂ કરી દેવામાં આવશે…

આ નવી ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ, વિશાળ સ્ટેજ અને આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેનાથી પર્યટનની સાથે જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા આયોજનો માટે એક નવું આકર્ષણ ઊભું થશે તેમજ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળશે…

#StatueOfUnity #EktaNagar #GujaratTourism






