*નારીવંદન ઉત્સવ–2026 અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી, કતારગામ અને ઉમરા ટીમો તેમજ 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન સુરત ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

*181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી, કતારગામ અને ઉમરા ટીમો તથા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન સુરત ટીમના સહયોગથી વિવિધ સ્થળોએ મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, સ્વાવલંબન, કારકિર્દી માર્ગદર્શન, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા, PBSC, OSC તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા

નારીવંદન ઉત્સવ–2026 અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની બારડોલી, કતારગામ અને ઉમરા ટીમો દ્વારા સુરત જિલ્લાના વિવિધ સ્થળોએ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી ટીમ દ્વારા શ્રી એમ.વી. વામદોત એન્ડ સી.બી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, બારડોલી ખાતે બારડોલી ટાઉન પોલીસ સ્ટાફ, PBSC સ્ટાફ તથા મફત કાનૂની સહાય સ્ટાફના સહયોગથી મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા, મહિલા અધિકારો, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા, PBSC, OSC તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું..

181 અભયમ મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમ દ્વારા શ્રી બી.કે. પ્રાથમિક શાળા, માતાવાડી, વરાછા ખાતે વિદ્યાર્થિનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 મોબાઇલ એપ્લિકેશન, 112 ઇમરજન્સી સેવા, મહિલા સુરક્ષા, કારકિર્દી માર્ગદર્શન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, PBSC, OSC તથા વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉમરા ટીમ દ્વારા ભેસ્તાન સ્થિત જ્યોતિ સામાજિક સંસ્થા (દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન) ખાતે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન સુરત ટીમ સાથે સંયુક્ત રીતે મહિલા સ્વાવલંબન અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા, સ્વરોજગાર, મહિલા અધિકારો, આત્મનિર્ભરતા તથા સરકારની વિવિધ મહિલા કલ્યાણ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
નારીવંદન ઉત્સવ–2026નો મુખ્ય હેતુ મહિલાઓના સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન, નેતૃત્વ, સ્વાસ્થ્ય અને સર્વાંગી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભરતા, કૌશલ્ય વિકાસ, શિક્ષણ, સ્વરોજગાર અને રોજગારી માટે પ્રેરિત કરવામાં આવે છે.
કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની 24×7 નિઃશુલ્ક અને ગોપનીય સેવાઓ, ઘરેલુ હિંસા, છેડતી, સાયબર ગુનાઓ જેવી પરિસ્થિતિમાં મળતી તાત્કાલિક સહાય, કાઉન્સેલિંગ અને માર્ગદર્શન અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા, PBSC, OSC, શિક્ષણનું મહત્વ, કારકિર્દી માર્ગદર્શન તથા સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી…

કાર્યક્રમના અંતે તમામ મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને જરૂરિયાત સમયે નિર્ભયપણે 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તથા 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા તેમજ અન્ય લોકોને પણ આ સેવાઓ અંગે માહિતગાર કરવા અપીલ કરવામાં આવી…
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર :- 9016924808






