વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે સાણંદ ખાતે CG Semi કંપનીની Outsourced Semiconductor Assembly and Test (OSAT) ફેસિલિટીના કોમર્શીયલ પ્રોડક્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં સીમાચિહ્નરૂપ આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સેમિકન્ડક્ટરના ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વડાપ્રધાન દ્વારા આ પ્લાન્ટના શિલાન્યાસ બાદ માત્ર અઢી વર્ષથી ઓછા સમયમાં જ ‘સ્ક્રેચથી સ્કેલ’ની સફર પૂરી કરીને આ પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગનો આજે શુભારંભ થયો છે. 75,000 ચોરસ ફૂટથી વધુના વિશાળ બિલ્ટ એરિયામાં ફેલાયેલ આ અત્યાધુનિક પ્લાન્ટમાં વાર્ષિક 20 કરોડ જેટલી ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે વિવિધ દેશોમાં એક્સપોર્ટ થશે. સાથે જ આ પ્લાન્ટ થકી સ્થાનિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમજ આગામી પાંચ વર્ષમાં 5000 કરતાં પણ વધુ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે...

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808







