સી.મા.પુનાવાળા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ,સુરત તથા કેસલી ગામનું ગૌરવ શિક્ષક શ્રી અજય પટેલ

સી.મા.પુનાવાળા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ,સુરત તથા કેસલી ગામનું ગૌરવ શિક્ષક શ્રી અજય પટેલ

ગુજરાત રાજ્ય ચિત્રકલા શિક્ષક સંઘ આયોજીત 24 મો એવોર્ડ સન્માન સમારોહ 3/5/2026 ને રવિવારના રોજ આણંદ લાયન્સ હોલ મુકામે યોજાયો. જેમા શ્રેષ્ઠ ચિત્રકૃતિના વિધાર્થીઓ,સંનિષ્ઠ,વિશિષ્ટ અને નિવૃત ચિત્ર શિક્ષકો તથા કલાકારોનુ સન્માન કરવામા આવ્યુ. જેમા સુરતની રૂ.સી.મા.પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ,સુરતના સંગીત/ચિત્ર શિક્ષક શ્રી અજયકુમાર એચ.પટેલે શાળા તથા શાળા બહાર મેળવેલ અનેક વિશિષ્ટ સિદ્ધિઓની નોંધ લઈ ગુજરાત રાજ્ય ચિત્રકલા શિક્ષક સંઘે રાજ્યના વિશિષ્ટ શિક્ષક તરીકે એવોર્ડ આપી સન્માન કર્યું હતું. રાજ્ય કક્ષાએ સન્માન મેળવી શાળા તથા કેસલી ગામનું નામ ગૌરવવંતુ કર્યું હતું. ગૌરવ અપાવવા બદલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તેમજ શાળાના આચાર્યાશ્રી કિશોરકુમાર એન.જાની તથા શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ કામરેજ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल