માંડવી તાલુકાના વાંકલા ગામના ચાર યુવાનોના કાકરાપાર ડેમ નજીક થયેલા દુઃખદ અવસાનના સમાચાર સાંભળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.*

*માંડવી તાલુકાના વાંકલા ગામના ચાર યુવાનોના કાકરાપાર ડેમ નજીક થયેલા દુઃખદ અવસાનના સમાચાર સાંભળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.*


*આ અકાળ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવનાર સ્વ. કોશિકભાઈ ચૌધરી, સ્વ. ગણેશભાઈ ચૌધરી, સ્વ. સાહિલભાઈ ચૌધરી અને સ્વ. પ્રવીણભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ* 🌹🙏

*પરિવાર માટે આ દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી। એક સાથે ચાર યુવાનોના અવસાનથી ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। માતા-પિતાએ પોતાના દીકરાઓ ગુમાવ્યા, ભાઈઓએ પોતાના ભાઈઓ ગુમાવ્યા અને મિત્રોએ પોતાના સાથીઓ ગુમાવ્યા। આ દુઃખદ ઘટનાએ દરેકના હૃદયને ઝંઝોળી નાંખ્યા છે*

*આવી કપરા સમયે 157 માંડવી વિધાનસભાના લોકપ્રિય અને પ્રજાહિતૈષી ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ  ફરી એકવાર સાચી માનવતા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે*

*તેમણે પોતાના ધારાસભ્ય તરીકે મળતા 4 માસના પગારમાંથી કુલ રૂ. 5,00,000 ની સહાય ચારેય મૃતક પરિવારને અર્પણ કરી, જેમાં દરેક પરિવારને રૂ. 1,25,000 ની સહાય તેમના ઘરે જઈ આપી અને પરિવારજનોને સાંત્વના પાઠવી. આ માત્ર આર્થિક સહાય નહોતી, પરંતુ દુઃખની ઘડીમાં પરિવાર સાથે ઉભા રહેવાનો માનવીય સંદેશ હતો.*

*આજના સમયમાં ઘણા નેતાઓ માત્ર શબ્દોમાં સહાનુભૂતિ વ્યક્ત કરે છે, પરંતુ કુંવરજીભાઈ હળપતિ સાહેબે હંમેશા કર્મ દ્વારા લોકોના દિલ જીત્યા છે। તેઓ પ્રજાના સુખમાં પણ સાથે રહે છે અને દુઃખમાં પણ પરિવારના સભ્ય બની ઉભા રહે છે*
*તેમની આ સરળતા. સેવાભાવ, સાદગી અને માનવતા લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવે છે*

*શ્રી કુંવરજીભાઈ હળપતિ  માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ ગરીબ, પીડિત અને જરૂરિયાતમંદ લોકો માટે એક આશાનો  આધાર છે*
*તેઓ હંમેશા લોકોની વચ્ચે રહી સેવા કરે છે, અને આ જ કારણ છે કે પ્રજા તેમને દિલથી પ્રેમ અને સન્માન આપે છે*
*એમની કાર્યશૈલી એ સાબિત કરે છે કે સાચો જનપ્રતિનિધિ એ જ કહેવાય જે પ્રજાના દરેક સુખ-દુઃખમાં સાથ આપે*

*ઈશ્વર સ્વર્ગસ્થ આત્માઓને ચિરશાંતિ અર્પે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના* 🙏🌹

*“માનવતા જ સૌથી મોટો ધર્મ છે” — અને આ વાતને કુંવરજીભાઈ હળપતિ  ફરી એકવાર સાચી સાર્થક સાબિત કરી છે*

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल