બારડોલી : શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોતા “સેલ્ફ સ્ટડીનો ઝંડો લહેરાવ્યો: ટ્યુશન વગર મોતા ની ત્રણ દીકરીઓએ SSC મા ઉત્કૃષ્ટ દેખાવ

શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોતા
“સેલ્ફ સ્ટડીનો ઝંડો લહેરાવ્યો: ટ્યુશન વગર મોતા ની ત્રણ દીકરીઓએ SSC મા ઉત્કૃષ્ટ દેખાવ”.

બારડોલી તાલુકાના મોતા સ્થિત મોતા કેળવણી મંડળ સંચાલિત શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં SSC 2026 ની પરીક્ષામાં ત્રણ તેજસ્વી વિદ્યાર્થિનીઓ 

(1) શ્રાવણી મહાલે- 97.23 પર્સન્ટાઇલ A1 ગ્રેડ


(2) ફલક દેસાઈ – 96.51 પર્સન્ટાઇલ A1 ગ્રેડ 

(3)સંજના લોઢી – 94.78 પર્સન્ટાઇલ A2 ગ્રેડ સાથે
ઝળહળતું પરિણામ મેળવી “હાર્ડ વર્ક બીટ્સ કોચિંગ” સૂત્રને સાર્થક કર્યું છે.

આજના સમયમાં જ્યાં વાલીઓ લાખો રૂપિયા ટ્યુશન પાછળ ખર્ચે છે, ત્યારે આ ત્રણેય વિદ્યાર્થિનીઓએ *કોઈપણ પ્રકારના ટ્યુશન વગર* માત્ર સેલ્ફ સ્ટડી અને શાળાના શિક્ષકોના માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી છે.
શાળાના આચાર્યશ્રી દીપિકાબહેન એ જણાવ્યું કે, “આ દીકરીઓએ બતાવી દીધું કે શાળાન માર્ગદર્શન અને સ્વ-મહેનતથી પણ ટોપ પરિણામ લાવી શકાય છે. આ અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મોટો સંદેશ છે.”
આચાર્યા શ્રી દિપીકાબહેન દેસાઈ,કેળવણી મંડળ ના પ્રમુખ , સર્વ સદસ્યો તેમજ શાળા પરિવાર ત્રણેય વિદ્યાર્થિનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. સાથે શિક્ષકો ની મહેનતને બિરદાવી  ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल