
આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉકાઈ તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ ભરવા હાજર રહ્યા હતા.
અલગ તાલુકા તરીકે ઉકાઈ તાલુકો જાહેર થતાં સ્થાનિક લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ નવી ઓળખ સાથે પ્રથમ વખત યોજાતી ચૂંટણીને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહી છે.
ઉકાઈ તાલુકામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ભાજપના કાર્યકરોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ રીતે ઉત્સાહ જોવા મળ્યો હતા. DJ અને આદિવાસી ઢોલ નગારા સાથે કાર્યકરો નાચતા-ગાતા આગળ વધ્યા અને આનંદ વ્યક્ત કર્યો હતો.
ફોર્મ ભર્યા પેલા ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ભાજપના 1500 જેટલા લોકો હાજર રહ્યા હતા, અને ભારત માતા કી જય નારા સાથે ભાજપના ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે ઉકાઈના મુખ્ય માર્ગો પર રેલી પસાર થઈ હતી, જેમાં પક્ષની એકતા અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં પક્ષને બહુમતી મળશે.

ઉકાઈ તાલુકામાં ભાજપ દ્વારા એકતા, ઉત્સાહ અને આદિવાસી સંસ્કૃતિના સમન્વય સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી મજબૂત દાવેદારી નોંધાવવામાં આવી છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ :ઉકાઈ : 9015924808 તંત્રી :- હિમાંશુ ઠાકોર





