બારડોલી ફાયર સ્ટેશનમાં અનેક સુવિધાઓથી સજ્જ મીની ફાયર યુનિટ વાન નું લોકાર્પણ કરાયું
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બારડોલી સ્થિત સુરત જિલ્લા ફાયર હેડકવાટર્સ ને અનેક સગવડો ધરાવતી અત્યાધુનિક મીની ફાયર યુનિટ વાન ફળવાતા આજરોજ નગરપાલિકા કચેરી મુકામે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ફાયર સ્ટેશનને આધુનિક સગવડો ધરાવતા સાધનો સાથે સુસર્જ કરવાની નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા બારડોલી ફાયર વિભાગને મીની ફાયર યુનિટ વાન ફળવાય હતી. નાની ગલીઓમાં પણ અગ્નિસામન ની કામગીરી માટે પ્રવેશી શકે અને બે માળ સુધીની સીડી, હાય માસ્ક લાઈટ ટાવર, ઊંડા ખાડામાં બચાવ ગીરી, બ્રેકર સહિત અનેક સુવિધાઓ અને લાશ્કરો માટે ફાયર પ્રુફ ગણવેશ વગેરે સુવિધા ફળવાઈ હતી. આજરોજ બારડોલી નગરપાલિકા સેવા સદન મુકામે ધારાસભ્ય ઈશ્વર પરમાર, બારડોલી નગરપાલિકાના પદાધિકારીઓ,ચેરમેનો અને ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં નવા વાહનનો લોકાર્પણ વિધિ રીનાબેન ચૌધરી વાહન વ્યવહાર સમિતિ ચેરમેન, અને પિયુષભાઈ ચૌધરી અગ્નિશમન આરોગ્ય સમિતિ ચેરમેનનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું