શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ભાવનગર..!!!
*પહેરવેશ* એ ક્ષત્રિય *સમાજની પ્રતિષ્ઠા* કહેવાય. રાજપૂત સમાજની દીકરીબાને *સંસ્કાર આધારીત ઘડતર* કરવું હોય તો ભાવનગરમાં આવેલ શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયનું નામ અચૂક આવે.
*આંખોમાં સંપૂર્ણ મર્યાદા,અને પહેરવેશમાં સાદગીપણા સાથે સમાજમાં પ્રતિષ્ઠીત મોભો, તેમજ બોલવામાં સભ્યતા એજ ક્ષત્રાણીની ઓળખ હોય એ સ્વાભાવિક છે.* પશ્ર્ચિમી સંસ્કૃતિના વાયરામાં નવી પેઢી માટે સંસ્કાર આધારીત શિક્ષણ માટે આજેપણ ડીમાન્ડ છે.
ક્ષત્રાણીની *દીકરીબાઓ* સંસ્કાર ઘડતર સાથે સલામતિ માટે ગરવા ગુજરાતના ભાવનગરમાં આવેલી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા હોસ્ટેલ સહિત વિદ્યાલયમાં આજેપણ ભવ્ય ભુતકાળના તરંગો જીવંત દેખાયા કરે.આ જગ્યાએ જવાનું સદ્દભાગ્ય મને હજુ મળ્યું નથી.પણ આ જગ્યાએ અભ્યાસ કર્યો એવા ક્ષત્રાણીઓ અને તેમના પેરેન્ટસ સાથેની વાત સાંભળીને મને થાય કે આ ભાવનગરી *નંદકુંવરબા હોસ્ટેલની ધરાની ધુળ* માથે લગાવવી પડે.
હાલમાં ત્રણ-ચાર દિવસ પહેલા ભરૂચ જિલ્લાના પણ વિદેશની ધરતી પર રહેતા ક્ષત્રાણીબા મને મળ્યા.તેમની *ઉંમર લગભગ 70 વર્ષને* વટાવી ચુકેલા અને રાજપૂત મર્યાદામાં રહીને ઉદ્દગાર હતો કે હું વર્ષ 1968થી 1972 સુધી ભાવનગરની નંદકુંવરબા ગર્લ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો.મારા બાપુજીએ *રાજપુત ધરોહર* જાળવવા માટે દરીયો પાર કરીને ભાવનગરની સંસ્કાર આધારીત નંદકુંવરબા હોસ્ટેલમાં અમને મુકી આવ્યા.
આ વાત સાંભળીને મને તો આનંદ થયો.એ બા વધુ ટટ્ટાર મિજાજે મને કહ્યું કે *અમે આ સંસ્થામાં ભણતા ત્યારે સંસ્થાનો નિયમ એ હતો કે દીકરીની મર્યાદા અને પરંપરા માટે અમારે હાથમાં બંગડી અને માથે કંકુનો ચાંદલો ફરજીયાત કરવો પડતો.અને અઠવાડીયામા એક વખત સાડી પહેરવી પડતી હતી.* એટલે જ વિરેન્દ્રભાઈ…, અમને આજે આ ઉંમરે પણ પહેરવેશથી સમાજમા પ્રતિષ્ઠા વધીને કુળને અજવાળું મળે છે.સાથે જ એ વખતે *બોલવામાં સંપુર્ણ સભ્યતા એજ અમારો શિષ્ટાચાર…!!!*
ભાવનગરમાં *નંદકુંવરબા હોસ્ટેલમાં ઘડાયેલી દીકરીના જીવનમાં સકારાત્મકતાનો પ્રતિબિંબનો ઉદય* જોવા મળે છે.આ સંસ્થામાં સમર્પણની ભાવના હોય છે. લગભગ દસેક વર્ષ પહેલા ભરૂચ જિલ્લામાથી એક દીકરીબાને નંદકુંવરબા હોસ્ટેલમાં મુકેલા પેરેન્ટસ (વાલી) એક વાત કરી કે અમે અમારી દીકરીને મળવા જઈએ ત્યારે ત્યાંનો માહોલ ગજબનો છે.વચ્ચે અમે નંદકુંવરબા હોસ્ટેલ પર અમારી દીકરીને મળવા ગયો.ત્યારે આપણા સમાજના ઉંમરલાયક વ્યક્તિ અને આ સંસ્થામાં *વોચમેન* તરીકે કામ કરે છે.બપોરનુ ટાણું હોવાથી આ ‘વોચમેનભાઈ’ પોતાના ઘરેથી ટીફીન લાવીને ખાવા બેઠા.
એ વખતે દીકરીના પેરેન્ટસે તરીકે મનોમન વ્યાકુળ થઈને વોચમેનભાઈ કહ્યુ કે *“કાકા તમે અહીંયા વોચમેનની જવાબદારી સંભાળો છે.તો ઘરેથી ટીબીની લાવવા કરતા આ સંસ્થામાં જમી લેવું જોઈએ.* ત્યારે આ વોચમેનભાઈ ભાવાત્મક ભાવે જવાબ આપ્યો કે *બાપુ…,આ દીકરીયોનુ ભોજન અમે અમારા પેટમાં ન ઉતરે એ અમારી વ્યકિતગત જવાબદારી છે.!!*
આ શબ્દો જ્યારે અમે સાંભળ્યા ત્યારે હજુ ભાવનગરના નંદકુંવરબા ગર્લ્સ હોસ્ટેલમાં આજે પણ સમર્પણભાવ ના વ્યકિતઓ જીવે છે.એકદમ નાનો કર્મચારી પણ આજે પણ નૈતિકતા (Morality) લઈને ભાવેણા વિસ્તારમાં કર્મઠતા બતાવે છે.ત્યારે જ ભવ્ય ભુતકાળમા પણ ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાનું પહેલું રજવાડુ લોકશાહીમાં સુપ્રત કરવાની શક્તિ પાછળ હિંમત આજે પણ યાદ કરે છે.
રજવાડા આપ્યા બાદ હજૂ પણ લોકશાહી પરંપરામાં પણ નંદકુંવરબા ગર્લ્સ હોસ્ટેલ હજુ પણ સંસ્કાર આધારીત ક્ષત્રિય દીકરીબા એ બેનમુન બાળઘડતર થાય છે.
-વિરેન્દ્રસિંહ અટોદરીયા
(પત્રકાર) ભરૂચ.






