દિલ્હીની ગાદી પર બેસવાના સપના જોતી આ પાર્ટીએ રાષ્ટ્રીય રાજનીતિમાં ઝંપલાવ્યું –

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

નવી દિલ્હી: તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તેલંગણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરી દીધું છે. “અબ કી બાર, કિસાન કી સરકાર”નો નારો આપતા કેસીઆરે કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં પાર્ટીનો મુખ્ય એજન્ડા દલિત અને મજૂર વર્ગ ઉપરાંત ખેડૂતોનું ઉત્થાન થશે. થોડા સમય પહેલા કેસીઆર બીઆરએસનું એલાન કરી ચુક્યા હતા, શુક્રવારે ટીઆરએસ ઓફિશિયલી બીઆરએસ બની ગઈ છે. કેસીઆરે તેની સાથે કર્ણાટકમાં જદએસ સાથે ગઠબંધનની પણ જાહેર કરી અને સાથે જ કર્ણાટકમાં ચૂંટણી લડવાની પણ વાત કહી છે.

આ પણ વાંચો: 
રાજીનામાના રાજકારણ પણ બોલ્યા જયરામ રમેશ, કહ્યું- ઘણી વખત લોકો વિચારે છે કે રાજીનામું મંજૂર નહિ થાય પરંતુ…

તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવાના ઉદ્દેશ્યથી 21 વર્ષ પહેલા બનાવેલી ટીઆરએસ હવે બીઆરએસ બની ગઈ છે. તેની ઐતિહાસિક જરુરિયાત ગણાવતા મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું કે, તે રાષ્ટ્રીય રાજનીતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે અબકી બાર, કિસાન સરકારનો નારો આપ્યો છે અને કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં બીઆરએસનો મુખ્ય એજન્ડા આ જ રહેશે. બીઆરએસ પાર્ટી દલિત અને મજૂર વર્ગના કલ્યાણ ઉપરાંત દેશના ખેડૂત સમુદાયના ઉત્થાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

જેડીએસ સાથે કર્ણાટકમાં ચૂંટણી લડવાનું ફીક્સ

બીઆરએસ અધ્યક્ષ કેસીઆરે ઘોષણા કરતા નવી પાર્ટીએ જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધનમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમે જદએસને પુરુ સમર્થન આપીશું અને તેમના નેતા એચડી કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવાનો પ્રયાસ કરશે. અમે કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન તેલંગણામાં લાગૂ કરવામાં આવેલી અલગ અલગ યોજના વિશે જણાવીશું અને લોકોનો વિશ્વાસ જીતીશું.

કેસીઆરે કહ્યું કે, બીઆરએસનું રાષ્ટ્રીય મુખ્ય કાર્યાલય ઉદ્ધાટન 14 ડિસેમ્બરે દિલ્હીમાં ખોલશે અને ત્યાં પાર્ટી પોતાની રાષ્ટ્રીય રાજનીતિક કાર્ય યોજના શરુ કરશે. તેમણે કહ્યું કે, આગામી થોડા મહિનામાં અમે પોતાની પાર્ટીની રાષ્ટ્રીય ગતિવિધિઓ તેજ કરીશું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल