ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મિશન લોક્સભા ૨૦૨૪નો આરંભ કર્યો છે એમાં ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ ૨૬ લોક્સભા બેઠકો પર વિજય મેળવીને વિરોધી પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય એવો વિક્રમી વિજય મેળવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે તેને પાર પાડવા માટે ભાજપ પ્રદેશ એક્મ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની હવે સમયાંતરે સમીક્ષા માટે ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી એવી બેઠકો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે અને સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સંગઠન અને મુખ્યમંત્રી તમામ જન પ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજાઇને જીતને વધુ મજબૂત બનાવશે.
૨૦૨૨ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના વિક્રમી ૧૫૬ બેઠકના વિજય પછી વીસેક બેઠકો ઓછા માર્જીનથી હાર થઇ છે એવી બેઠકો પર ફોકસ કરવામા આવી રહ્યુ છે.
ગત સપ્તાહમાં પ્રમુખ સી.આર. પાટીલે પોતાના મતવિસ્તાર એવા નવસારી જિલ્લામાં બૂથ સશક્તિકરણ અભિયાન ૨૦૨૩નો આરંભ કરાવ્યા પછી સુરત જિલ્લાની પણ આવી જ રીતે બેઠક યોજી હતી. હવે પછી બાકીના જિલ્લાઓમાંપણ પ્રમુખ પ્રવાસ કરશે.
અમદાવાદમાં કેવી તૈયારી?
આ ઉપરાંત વિવિધ જિલ્લાઓ, મહાનગરોમાં સમાજના વિવિધ વર્ગોને સામેલ કરવા કાર્યક્રમો યોજવાની સૂચના આપી છે. એના ભાગરૂપે રવિવારે સુરતમાં એક દોડનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે અમદાવાદમાં મહાનગ૨ના ધારાસભ્ય અમૂલ ભટ્ટે “નમો અગેઈન 2024 “‘ નારા સાથે ચારેય વોર્ડમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. જેમાં મણિનગર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ચાર વોર્ડના યુવા મોરચા, બક્ષીપંચ મોરચો અને એસ.સી. મોરચા એમ ત્રણ મોરચાની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરામાં કેવી તૈયારી?
વડોદરા જિલ્લાના તમામ ભાજપના ધારાસભ્યો, સાંસદ, તાલુકા, જિલ્લાના ચૂંટાયેલા હોદ્દેદારો, સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીની સંક્લન બેઠક યોજાઇ હતી. આ બેઠક સંદર્ભે ધારાસભ્ય કેયૂર રોકડિયાએ જણાવ્યું છે કે, ભાજપ આગામી લોક્સભાની ચૂંટણીને અનુલક્ષીને જનજન સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભો પહોંચાડવા માટે કામ કરી રહી છે એમાં જનપ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજી એમની પાસેથી માહિતી એકઠી કરવાનો હેતુ છે. જિલ્લાથી લઇ છેક બૂથ સુધી વિસ્તરેલા ભાજપના કાર્યકરો પાસેથી રાજકીય, સામાજિક પરિસ્થિતિનો કયાસ મેળવાય રહયો છે તેની વિગતો મેળવવાના હેતુથી મુખ્યમંત્રી આવતા દિવસોમાં દરેક જિલ્લામાં આવી સંક્લન બેઠક યોજાશે.
આ પણ વાંચો:
SURAT: પત્નીએ પહેલા લગ્ન છુપાવ્યા, સંતાન કોઈ ત્રીજા જ વ્યક્તિનું નીકળ્યું! પતિએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
વિરોધ પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ શબ્દ થાય તેવી આશા
આગામી લોકસભાની ચૂંટણીમાં 26 લોકસભા બેઠક પર વિરોધ પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ શબ્દ થાય તેવી વિક્રમ વિજય મેળવવાની દિશામાં સંગઠન અને સરકારે સંકલન સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે આવતા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રમુખ સી આર પાટીલ તમામ જિલ્લાનો પ્રવાસ કરીને મિશન પાર પાડશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર