*ભારતમાં દરેક ભાષાને સન્માન અપાય છે ,પરંતુ હિન્દી એ ઈશ્વરનું અદ્યુત વરદાન છે * શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતા રામ ભટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં તારીખ 14-9-24 ને શનિવારના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હ તી. હિન્દી દિવસના અનુસંધાનમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું . દરેક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .જેમાં આજના યુગમાં હિન્દી ભાષાનું મહત્વ,નૃત્ય નાટિકા, સાહિત્યકારોના પાત્ર પરિચય,સ્વર માત્રા નો પરિચય , દોહા ગાન ,કાવ્ય પઠન, ચાર્ટ ચિત્ર દ્વારા હિન્દી ભાષાનું મહત્વ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાચા અર્થમાં હિન્દી દિવસ ને ઉજાગર કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી દિપિકાબેન દેસાઈએ હિન્દી ભાષાનું મહત્વ અને એના ગરીમા પૂર્ણ સંરક્ષણ માટેના પ્રયત્નો માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું . સમગ્ર કાર્યક્રમના સંચાલનની બાગડોર ધોરણ છ ના વિદ્યાર્થી આહિર નક્ષ અને માલવી દિવ્યાને ખૂબ જ કુશળતાપૂર્વક નિભાવી હતી. આચાર્યશીએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા .આ શુભ અવસરે શાળાના મંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને પ્રમુખશ્રી નવીનભાઈ પટેલે શિક્ષકો અને વિદ્યાર્થીઓની કામગીરી ને બિરદાવી હતી. ખરેખર આજનો દિવસ હિન્દી ની પ્રવૃત્તિઓથી મહેકી ઉઠ્યો હતો .