*તાપી જિલ્લા તા:13/09/2024 ઉચ્છલ તાલુકા સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2007 માં ૧૩ મી સપ્ટેમ્બરને વિશ્વ આદીવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે.* ગુુજરાતના આદિવાસીઓ 13મી સપ્ટેમ્બર માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિષેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગુ ફૂંકયું હતું.
જેમાં ઉચ્છલ તાલુકાના 34 જેટલા પડતર પ્રશ્નો જેમાં શૈક્ષણિક, પ્રાથમિક આરોગ્ય અને સામાજિક મુદ્દાઓને લઈને ઉચ્છલ તાલુકાના મામલતદારશ્રી મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમા ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિ ના મંત્રીશ્રી દાસુભાઇ વસાવા, ઉચ્છલ તાલુકા તાલુકા ઉપપ્રમુખ માજી વિનોદભાઈ ગામીત સામાજિક કાર્યકર્તા વસાવા ભૂપેન્દ્ર, અંકુર વસાવા, સમુવેલ ગામીત, કલ્પેશ ગામીત, માજી સરપંચ ઉચ્છલના સકારામભાઈ મહિલા આગેવાનો સવિતાબેન ગામીત , નિરંજનાબેન ગામીત, બબીતાબેન વસાવા,મીરાબેન તાવડે વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.