સુરત શહેરમાં અલગ અલગ ઓવારા ખાતે ગોરી ગણેશ પ્રતિમાનુ વિસર્જન થયું
વાજતે ગાજતે પાલ ઓવારા પર ધીરેન્દ્રસિહ સોલંકી (પ્રમુખ-શ્રી રાજપુત કરણી સેના)ઘ્વારા શ્રીજી પ્રતિમાનુ વિસર્જન કરાયું હતું..
પાલ અને કોસાડ આવાસ ઓવારા પર ધીરેન્દ્રસિંહ સોલંકી ઘ્વારા પાણી તેમજ નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત વ્યવસ્થા ના ભાગ રૂપે કરણી સેના ના ટીમ સભ્યો હાજર રહ્યા હતા.
પાંચ દિવસ પુજન ક્યા બાદ શહેરમાં વાજતે ગાજતે શ્રીજી ગૌરી ગણેશનુ વિસર્જન કરવામાં આવે છે.ગુરુવારે અલગ અલગ ૧૪ સ્થળો પર પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિસર્જન માટે મહાનગરપાલિકા ઘ્વારા અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.
ડુમસ કાદી ફળિયામાં અને ડીંડોલી અને ભેસ્તાન તળાવમાં તેમજ ડકકા ઓવારા,પુણા સરથાણા, મોટાવરાછા રામચોક.પાલ ઓવારા કોસાડ આવાસ અને સિંગણપોર ખાતેના કૃત્રિમ તળાવમાં સવારથી વિસર્જન શરૂ થયું હતું રાત્રે ૯ વાગ્યા સુધીમાં આશરે ૪૦૦૦ ગોરી ગણેશ પ્રતિમાનુ વિસર્જીત કરવામાં આવી હતી…