બારડોલી : મોતા શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતા. સતત 20 વર્ષથી ગણપતિ ની મૂર્તિ સ્થાપના કરતાં આવે છે. ગણપતિ મહોત્સવ દરમિયાન અવાર નવાર ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમ મધ્યમથી શાળામાં ભણતા વિદ્યાર્થીને હાલ ડિજિટલ ટેકનોલોજી ના યુગ માં મોબાઈલ કોમ્પ્યુટર આધુનિક યુગમાં થતા સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ લાવવા માટે અવનવી છબી દર્શાવતી રંગોળી સુંદર કલર પુરી કરવામાં આવી હતી સાથે સાથે શાળાના ઉપસ્થિત મહેમાન મુકુંદભાઈ પટેલ. ભૂતપૂર્વ ઇકોનોમિક્સ ના ટીચર મધુબેન પટેલ .ગુજરાત આત્મીયતા અખબારના તંત્રી હિમાંશુ ઠાકોર સહ એડિટર્સ :હીમાબેન ઠાકોર પ્રિન્સિપલ દીપાબેન દેસાઈ વાલીઓ તથા શિક્ષિકા સ્ટાફ આરતી માં હાજર રહ્યા અને સટેન્ડરડ 1.2 .3 ના વિદ્યાર્થીઓએ આરતી પૂજા કરી હતી. બાળકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ જાતના ગણપતિ ના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. શાળામાં ઇંગ્લીશ મીડીયમ ની શરૂઆત થઈ ત્યારથી 20 વર્ષ પૂરા થયા છે ત્યાંથી જ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે સાથે સાથે બાળકો મા સનાતન હિંદુ સંસ્કૃતિ પ્રત્યે ભક્તિભાવ જાગૃતતા કેળવણી સંસ્કારોનું અનોખું અદભૂત સિંચન થાય છે . .