શ્રાવણ માસ પૂર્ણ થતા કોબા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાય.
શ્રાવણ માસ એટલે શિવભક્તિનો અને ઉત્સવનો માસ. હિન્દુ ધર્મનો એ પવિત્ર મહિનો છે, જેમાં ભક્તો દેવાધી દેવ મહાદેવની આરાધના કરે છે. ભગવાન શિવની પૂજા અર્ચના અને તેમને રીઝવવાનો આ મહિનો છે. ચાતુર્માસમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચારેય માસમાં જુદા જુદા વ્રતો તહેવારો અને ઉત્સવો આવે છે, જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે અને ભગવાનની પૂજા કરે છે. અહીં આપણે બ્રાહ્મણ વિજયભાઈ વ્યાસથી શ્રાવણ માસનું આધ્યાત્મિક મહત્વ શું છે એ વિશે માહિતી આપી છે.
આજના આ પવિત્ર માસ પૂર્વે કોબા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર કુમાર પટેલ દ્વારા શ્રાવણ માસના અંત દિવસે મહિમા અને ભક્તિ ની સમજ આપી.