વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ બોક્સિંગ (ભાઈઓ )ની સ્પર્ધા યુનિવર્સિટી નાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ માં શ્રી પી.એચ. ઉમરાવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કિમ દ્વારા આયોજિત આ સ્પર્ધા માં પી.આર. બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર કોમર્સ કોલેજ, બારડોલીનો બોક્સિંગનો ખેલાડી શ્રી આયુષ પ્રેમનારાયણ પાંડે (એસ.વાય.બી.કોમ-૨૫૨) સતત બીજા વર્ષે પણ ૮૦ કિલોગ્રામ થી ૮૬ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આયુષ પ્રેમનારાયણ પાંડે હવે ગુરૂ કાશી યુનિવર્સિટી, ભાતિંડા(પંજાબ) મુકામે યોજાનાર ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશીપમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત નું પ્રતિનિધિત્વ કરશે.
આયુષની આ સિધ્ધિ બદલ કોલેજ નાં કાર્યકારી આચાર્ય ડૉ.વિક્રમભાઇ ચૌધરી, જીમખાના સમિતિનાં અધ્યક્ષ પ્રા.ચિરાગભાઈ પી.દેસાઈ ,જીમખાના સમિતિનાં તમામ સભ્યોએ તેમજ કોલેજ પરીવાર તરફ થી અભિનંદન આપી, રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.