*બારડોલીમાં ESIC હોસ્પિ. શરૂ કરવા માંગ*
બારડોલી વિસ્તારમાં ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ શરૂ કરવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી છે. સાંસદે જણાવ્યું છે કે, ૨૩-બારડોલી મતવિસ્તારમાં મર્યાદિત તબીબી સુવિધાઓના કારણે સ્થાનિક નાગરિકોને સારવાર મેળવવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. ખાસ કરીને કામદાર વર્ગ, જેઓ ઈ.એસ.આઈ.સી. યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમને તબીબી સુવિધાઓ માટે લાંબા અંતર સુધી જવું પડે છે. આ વિસ્તારમાં એક પણ ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ ન હોવાથી અહીં ૨૦૦થી ૩૦૦ બેડની ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ બનાવવાની ખૂબ જ જરૂર છે.