તાપી જિલ્લા તારીખ:24/08/2024 વાલોડ તાલુકાના પેલાડ બુહારી ના મોરા ફળિયા થી મળસ્કે 5 વાગે અંદાજિત 4 વર્ષ નો નર દીપડો પાંજરે પુરાયો, પેલાડ બુહારી ગામ ના સરપંચ ભરતભાઇ પટેલ દ્વારા તારીખ-17/08/2024 નાં રોજ વાલોડ વનવિભાગ ને જાણ કરી પાંજરું મૂકવામાં આવ્યું હતું, અને આજ રોજ મળસ્કે 5 વાગે દીપડો પાંજરે પુરાયલ તેની જાણ વાલોડ વનવિભાગ ને કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચી રમણભાઈ રતનજીભાઈ પટેલ ના ઘરના પાછલા ભાગથી પાંજરા નો કબ્જો કરી વાલોડ વનવિભાગ ની નર્સરી પર મુકવામાં આવી હતી. તે ઉપરાંત વાલોડ વનવિભાગ ના કર્મચારી સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ હાજર રહ્યા હતા..