વલસાડના પારડીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ . હેમંતભાઈ કંસારા, જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, જીલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સંગઠનના આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.