તાપી જિલ્લા તા:૧૫/૦૮/૨૦૨૪ સોનગઢ તાલુકા માં આજે પાથરડાગામ માં ખૂબ ધામધૂમથી 78મી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સવારે બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ પાથરડાગામ પ્રમુખ તથા સોનગઢ તાલુકા માજી સૈનિક સંગઠન ના પ્રમુખ તેમજ આદિવાસી સમાજના આગેવાન એવા ગામીત વિજયભાઈ રામાભાઇ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને બાળકોને સ્વતંત્ર દિવસ તેમજ આવનાર ભવિષ્ય માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી અને ત્યારબાદ પાથરડાગામ મુખ્ય શાળા વતી પ્રથમ વખત મુખ્ય મહેમાન એવા ગામીત વિજયભાઈ રામાભાઇનું આભાર પત્ર આપીને પાથરડા ગામ મુખ્ય શાળાના આચાર્યશ્રી તથા ગામના ગામજનો વતી સન્માન કરવામાં આવ્યું આવી નવી પહેલ સર્વપ્રથમ પાથરડાગામમાં આ વખતે કરવામાં આવી હતી.