ઓલપાડમાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં :-આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ સ્વાતિબેન પટેલના હસ્તે આશરે 70 જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

ઓલપાડમાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં
૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.

**********

પેટા – ૨૭૦ ઓપીડી માત્ર આંખના વિભાગમાં જોવા મળી, વિધવાઓને સાડી વિતરણ પણ કરાયું : સાતમનો તહેવાર હોવા છતાં જીવનરક્ષા હોસ્પિટલના તબીબી નિષ્ણાતોની ટીમે ખાસ ઉપસ્થિત રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
*************

આરોગ્ય, શૈક્ષણિક અને સમાજ ઉપયોગી કાર્ય થઈ શકે એ માટે કાર્યરત ‘સર્વોદય જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ’ વધુ એક કેમ્પ યોજવામાં આવ્યો છે. રવિવારના રોજ, ઓલપાડ તાલુકાના અસનાબાદ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ અને ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો ઓલપાડ, અસનાબાદ, હાથીસા, ઈશનપોર, કુવાદ સહિત આજુબાજુના ગામના લોકોએ લાભ લેતા લાભાર્થીઓનો આંકડો 500 પાર થઈ ગયો હતો.
રવિવારના રોજ, ઓલપાડની અસનાબાદ પ્રાથમિક શાળામાં જીવનરક્ષા હોસ્પિટલ, સાયણ અને સર્વોદય જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત ના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં ડૉ.ગૌરવ પટેલ(એમ.ડી.મેડિસિન), ગાયનેક વિભાગના ડૉ.વિશાલ પટેલ (એમ.બી.બી.એસ.), સર્જીકલ વિભાગના ડૉ,સાગર પટેલ, હાડકા વિભાગના ડૉ.અંકુર માળી, બાળરોગ વિભાગના ડૉ.દેવેન્દ્ર નારવાણી, આંખ વિભાગના નિષ્ણાંત ડૉ.દીપ પટેલ, ચામડી વિભાગના ડૉ.કિશોર રૂપારેલીયા, કસરત વિભાગના ફિજીયોથેરાપી ડૉ.મનીષ સોલા, નાક, કાન અને ગળા વિભાગના નિષ્ણાંત ડૉ.પ્રતિક પંચાલ તથા કાર્ડિયોલોજિસ્ટ ડૉ.કેયુર પટેલ સહિતનાઓ શીતળા સાતમનો તહેવાર હોવા છતાં ખાસ ઉપસ્થિત રહીને ઉમદા સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કુલ 500 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 270 ઓપીડી માત્ર આંખના વિભાગમાં જોવા મળી હતી. આવનાર દિવસોમાં આ કેમ્પ મારફતે જીવનરક્ષા હોસ્પિટલ, સાયણ ના સહયોગથી 70 દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવશે. કેમ્પમાં જીવનરક્ષા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દર્પણ પટેલ, તબીબી નિષ્ણાંતો સહિત એમની ટીમે દર્દીઓનું યોગ્ય નિદાન કરીને રોજિંદા આહાર વિષે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દર્શન નાયક, મંત્રી જયેન્દ્ર દેસાઈ, સહમંત્રી બાદલ પટેલ (પત્રકાર), રતિલાલ મીંઢી, ધર્મેશ પટેલ સહિતનાઓએ ઉપસ્થિત ડોકટરોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય વિધિ ઉપસ્થિત લાભાર્થી બહેનો પાસે કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ સ્વાતિબેન પટેલના હસ્તે આશરે 70 જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતીઆ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ સ્વાતિબેન પટેલના હસ્તે આશરે 70 જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી . આ કેમ્પ ને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકર નટુભાઈ પટેલ, રમેશ પટેલ, રમણ નાગર પટેલ, ડૉ.યોગેશ પટેલ, કેતન દેસાઈ, શબ્બીર મલેક, વસીમ રાજા, વિવેક પટેલ, હેમલ પટેલ, તેજસ પટેલ, સચિન પટેલ, યોગેન્દ્ર પટેલ, પ્રિતેશ પટેલ, રાહુલ પટેલ, વિરલ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(રીપોર્ટર :- રાજસિહ ચૌહાણ. ઓલપાડ)

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल