કોબા ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ અભિયાનને પગલે સમગ્ર ભારતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. અને આ અભિયાનમાં ગુજરાત રાજ્ય પાછળ નથી. ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં આ તીરંગ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં કોબા ગામ પંચાયત તથા કોબા પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને પંચાયતના સભ્ય સરપંચ તથા સમગ્ર ગામજનોલોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે,વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્રતા દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાંઓ અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઇ રહી છે, ત્યારે કોબા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આજરોજ કોબા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અંતે ગામના સરપંચ દિલીપભાઈ તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચી બાળકોનું મો મીઠુ કરાવ્યુ.