સુરત શહેરના જહાંગીરપુરા અને ઓલપાડ સ્થિત કાર્યરત ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ કો.ઓ. કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની ૯૧ મી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ જીન કેમ્પસમાં મંડળીનાં પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ સોસાયટીની ૯૧ મી વા.સા.સભામાં તમામ કામો સર્વાનુમતે મંજુરઘી પુરૂષોત્તમ ફાર્મર્સ સોસાયટીની ૯૧ મી વા.સા.સભામાં તમામ કામો સર્વાનુમતે મંજુર

ઓલપાડ,સાયણ, જહાંગીરપુરા જીન કેમ્પસમાં ડાંગર સંગ્રહ માટે રૂ.૨.૫૪ કરોડના ખર્ચે ગોડાઉનો બનશે :-રિપોર્ટર રાજસિંહ ચૌહાણ :- (ઓલપાડ. )

પેટા-ઓલપાડ જીન કેમ્પસમાં ખેતપાક નાંખવા આવતા ખેડૂતો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાશે-પ્રમુખ મનહર પટેલ

સુરત શહેરના જહાંગીરપુરા અને ઓલપાડ સ્થિત કાર્યરત ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ કો.ઓ. કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની ૯૧ મી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ જીન કેમ્પસમાં મંડળીનાં પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.
દેશની આઝાદી પૂર્વે સને-૧૯૩૪ માં સ્થપાયેલ અને હાલમાં ૨૧ મંડળીઓ અને ૪૦૮૨ વ્યક્તિગત સભાસદ મળી કુલ ૪૧૦૩ સભાસદોની કાર્યરત ઉપરોક્ત મંડળીની વા.સા.સભા શનિવાર,તા.૧૦ ના રોજ મળી હતી. આ વા.સા.સભામાં મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલે વાર્ષિક અહેવાલ તથા હિસાબોનું વાંચન કરતા જણાવ્યું હતું કે,વાર્ષિક રૂ. ૧૫૦ કરોડનું ટર્ન ઓવર કરતી આ મંડળીનું મુખ્ય કામકાજ સભાસદ મંડળીઓના એરંડા,ડાંગર અને કપાસનું વેચાણ તથા પુલિંગ કરી સભાસદોને પોષણક્ષમ ભાવો ચૂકવવાનું છે.આ ઉપરાંત જીન કેમ્પસમાં પેટ્રોલ,ડીઝલ, સીએનજી અને ઓઇલ વેચાણ કરવાનું છે.તેમણે મંડળીની આર્થિક સ્થિતિ જણાવતા કહ્યું કે, મંડળીની કાયમી મિલ્કતો રૂ.૧૯.૯૨ કરોડ,શેર ભંડોળ રૂ.૨૯.૧૫ લાખ,રીઝર્વ ફંડ રૂ.૪૮.૪૧ લાખ,ઘસારા ફંડો રૂ.૯.૫૩ કરોડ તથા અન્ય ફંડો રૂ ૫૨.૯૫ કરોડ અને કામકાજ ભંડોળ રૂ.૬૫.૨૬ કરોડનું છે.જયારે મંડળીએ વર્ષ દરમ્યાન રૂ.૪,૬૧,૬૬,૬૧૩ કુલ આવક કરી રૂ.૧,૦૨,૭૦,૯૦૪ ખર્ચ અને ઘસારો બાદ કર્યા રૂ.૧૩,૩૮,૭૪૫ ચોખ્ખો નફો કરેલ છે.તેમણે વધુ કહ્યું કે,ગત વર્ષે ૭ લાખ ગુણી ડાંગરની આવક સામે
ચાલુ વર્ષે કુલ ૧૨ લાખ ગુણી ડાંગરની આવક થઈ છે.જેથી આ પરિસ્થિતિને ધ્યાને લઈ ઓલપાડ,સાયણ અને જહાંગીરપુરા જીન કેમ્પસમાં ડાંગરના સંગ્રહ માટે રૂ.૨.૫૪ કરોડના ખર્ચે ગોડાઉનો બનશે.જયારે ચાલુ વર્ષે ડાંગરના વધુ ઉત્પાદનથી વેચાણની સ્થિતિ ખરાબ હોવા છતાં અમો ખેડુતોને પ્રતિ મણ દીઠ રૂ.૪૮૫ ભાવ મળે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે.તેમણે વધુ કહ્યું કે,ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે ઓલપાડ જીન કેમ્પસમાં ખેતીપાક નાંખવા આવતા ખેડૂતો ને વિશ્રામ લેવા માટે બાંકડા સાથે શેડ ઉભો કરી લાઈટ,પંખા, વોટરકુલરની સુવિધા કરવામાં આવશે.
અંતમાં મંડળીના ઉપપ્રમુખ અંકુર પટેલે આભારવિધિ કરી હતી.આ સભામાં મંડળીના બોર્ડ ઓફ ડિરેકટરો, મંડળીનાં મેનેજર કમલેશ પટેલ, જતિન પટેલ સહિતનો સ્ટાફ તથા સભાસદો હાજર રહ્યા હતા.

(બયુરો રીપોર્ટ :- દિપક સિંહ પરમાર :- રાનકુવા )

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल