બિરસા મુંડાના જીવન ચરિત્ર થી શરૂ કરી આદિવાસી વેશભૂષા નૃત્ય વાનગી બોલી ચિત્રકલા રીત રિવાજો આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક રીતે રજૂઆત તૂરના તાલે શાળાના ૧૪૦૦ બાળકો અને શિક્ષકો ઝુમ્યા.૯ મી ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિન તરીકે ઉજવાય છે આ દિવસે આદિવાસી સંસ્કૃતિ થી વિશ્વભરના લોકો પરિચિત બને છે.શ્રી બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરમાં ધોરણ ૯ થી ૧૨ માં ૧૨૦ ગામના ૧૪૦૦ બાળકો પૈકી ૯૮% બાળકો આદિવાસી જાતિમાંથી આવે છે જે ગુજરાત રાજ્યમાં ગૌરવ ભરી બાબત છે શાળામાંથી અનેક આદિવાસી બાળકો ડોક્ટર એન્જિનિયર શિક્ષક વ્યવસાયકારો બની ગુજરાત રાજ્યમાં ડંકો વગાડી રહ્યા છે.શાળાના આચાર્ય સંજયકુમાર ડી.પરમારની આગેવાનીમાં ટીમ રાનકુવા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ પણ જોશભેર દરેક પ્રવૃત્તિમાં ભાગીદારી નોંધાવી.સમગ્ર શાળાનું વાતાવરણ આદિવાસી શૈલીના નૃત્ય,રીત રિવાજો,વાનગી, બોલીઓ,તૂરના તાલે સમગ્ર દિવસ દરમિયાન ખીલી ઉઠ્યું બાળકો ભાવવિભોર બની ગયા શ્રેષ્ઠ વેશભૂષા, શ્રેષ્ઠ વાનગી, શ્રેષ્ઠ બોલી, શ્રેષ્ઠ નૃત્ય, વિજેતા વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી બિરદાવામાં આવ્યા.મંડળના પ્રમુખ ઠાકોરકાકા ઉપપ્રમુખ પીનક શાહ,મંત્રી શ્રી જશુભાઈ નાયક જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી દ્વારા કાર્યક્રમના આયોજનને બિરદાવામાં આવ્યા,સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.
રિપોર્ટ :- દીપકસિંહ પરમાર :- રાનકુવા (અનાવલ)