*હિન્દ છોડો આંદોલનની ભૂલકાઓની રેલી સાથે આઝાદીની ઉજવણી કરતા શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બાળકો* .
શ્રી શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના નાના ભૂલકા ઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણીની શરૂઆત”હિંદ છોડો આંદોલન”થી કરી હતી જેમાં બાળકો મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ ,મોલાના આઝાદ, અને સુભાષચંદ્ર બોઝ જેવા દેશ નેતાઓને વેશભૂષામાં આવ્યા હતા. મહાત્મા ગાંધીજીએ અહિંસા અને સત્યનો માર્ગ અપનાવી “ભારત છોડો આંદોલનની” શરૂઆત કરી હતી જે સફળતા કદમ માર્ગ યાદગાર રહે છે .તેની યાદમાં 8 ઓગસ્ટે નાના ભૂલકાઓ અને શાળાના આચાર્ય શ્રી દીપિકાબેન તથા શાળાના શિક્ષકો સહભાગી રહી ભારત દેશની એકતા અને અખંડતા ટકાવી રાખતા રેલી કાઢી એક રચનાત્મક અભિગ માગૅ ચીંધ્યો છે.”વંદે માતરમ” “અંગ્રેજો ભારત છોડોના ” તથા. “કરેંગે યા મરેંગે” નારા બોલાવી સ્વતંત્રતા દિનને દીપાવ્યો હતો .તેમજ શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ મંત્રી શ્રી રમેશભાઈ તથા આચાર્ય દીપિકાબેન સાથે રહી કાર્યક્રમને પ્રોત્સાહિત કરી શાળાને શોભા વધારી હતી.