દમણના શિક્ષક-કવિ શ્રી વિરેન્દ્રભાઈ પટેલને મળ્યો વાવ વિંગ્સ ફોર ડ્રીમ એવોર્ડ*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

 

*દમણના શિક્ષક-કવિ શ્રી વિરેન્દ્રભાઈ પટેલને મળ્યો વાવ વિંગ્સ ફોર ડ્રીમ એવોર્ડ*

વોવ વિંગ્સ ફોર ડ્રીમ, અડાજણ સુરત દ્વારા 28 જુલાઈના રોજ ઓપન માઇક એન્ડ એવોર્ડ સેરેમનીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં કવિતા, ગઝલ, સ્ટેન્ડ અપ સંગીત, મ્યુઝિક, ડાન્સ તેમજ સિંગીંગ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં દમણ સ્થિત સરકારી શાળાના ઇન્ચાર્જ હેડ માસ્તર શ્રી વિરેન્દ્રભાઈ એસ. પટેલ જેઓ વર્ષ 2019 માં ભારત દેશનો સર્વોચ્ચ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જે ભારત દેશના પ્રથમ નાગરિક આદરણીય શ્રી રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા હતા. તેઓ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવ્યા બાદ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે તેમજ સ્વ-વિકાસ માટેના કાર્યોમાં સતત ક્રિયાશીલ રહ્યા. અને હાલમાં કાવ્ય લેખન તરફ પોતાની રુચિ અને લેખન પ્રતિભાને ઉજાગર કરી દમણના દરિયા વિશે ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી “દમણનો દરિયો” કાવ્યની રચના કરી. આ ઉપરાંત પણ તેઓએ ઘણી કવિતાઓ લખી છે. શિક્ષક-કવિ શ્રી વિરેન્દ્રભાઈ પટેલના આ બહુમૂલ્ય ઉપલબ્ધિ બદલ તેઓને વાવ વિંગ્સ ફોર ડ્રીમના સ્થાપક અને આયોજક શ્રીમતી પ્રીતિબેન બોકડિયા (જૈન) દ્વારા આયોજિત એવોર્ડ સેરેમનીમાં સિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા. આ ઉપરાંત ઘણા બધા વ્યકિતઓએ આ કાર્યક્રમમાં પોતાની કવિતા, ગઝલ, ડાન્સ, મ્યુઝિક તેમજ સંગીતના સુર રેલાવીને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ એવોર્ડ કાર્યક્રમમાં હિન્દી ટીવી સીરિયલ “”સાથ નીભાના સાથીયા ” ” ના કલાકાર શ્રીમાન દિપકભાઈ વાઘેલા તેમજ તેમના સાથી કલાકાર ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સોનાની સુગંધની જેમ કાર્યક્રમને સૂવર્ણ સૂરોથી દીપાવ્યો હતો. અને તેઓના કરકમલો દ્વારા વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.દમણ

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल