નોળિયાનું કદ નાનું પણ જીગર મોટું! સુરતના વણેશામાં નાનકડા નોળિયા સામે દીપડીએ ટેકવ્યા ઘૂંટણ 🐾
સુરતના પલસાણા તાલુકાના વણેશા ગામે કુદરતનો એક અદભુત અને રોમાંચક નજારો જોવા મળ્યો છે! 😲
- સામસામે ટક્કર: શિકારની શોધમાં નીકળેલી અઢી વર્ષની દીપડીનો સામનો અચાનક એક નીડર નોળિયા સાથે થઈ ગયો. 🐆⚔️
- 2 મિનિટનો દિલધડક સંઘર્ષ: દીપડીના કદ અને તાકાતથી ડર્યા વગર નોળિયાએ જોરદાર વળતો પ્રહાર કર્યો અને દીપડીને બરાબરનો પરસેવો પાડી દીધો! 🥊

- દીપડીએ પીછેહઠ કરી: નોળિયાના આક્રમક અંદાજ સામે આખરે શિકારી દીપડીએ હાર માનવી પડી અને શિકાર કર્યા વિના જ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું. 🏃♀️💨
વન્યજીવનની આ દુર્લભ અને અચરજ પમાડે તેવી લડાઈ કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે. ..







